Archive for જૂન 2010
Posted જૂન 22, 2010
on:તું છે ?
જો છે તો ક્યાં છે ?
તું કેવા સ્વરૂપે છે ? તું
સ્થળ, કાળ બધું અતિક્રમિ શકે છે ?
શું પરિસ્થિતિ કે સંજોગ કે એવું કશું તને નડે છે ?
તને પરિવર્તન ગમે છે ?
તું આ બધું જાતે જ કરે છે કે તારીય ઉપર કોઇ છે ?
આ બધું તું અમારા માટે કરે છે કે તારા માટે ?
તારા વિશે જે ભ્રમણાઓ પ્રવર્તે છે એના વિશે તું અવગત તો છેને ?
કે તારે કાન નથી ? પણ સંવેદના તો મરી નથી પરવારીને ?
ઇશ્વર ! આવી બધી મને શંકા નથી પણ મારો સ્વભાવ થોડો વધારે ચિંતાળુ છે.
Posted જૂન 20, 2010
on:એક તો લાગ્યો છે અમને જાતરાનો થાક
ને ઉપર થીજી ગયો તારા જવાનો થાક
સાંજના વાતાવરણમાં તું અગર ના હોય
શક્ય છે, લાગી શકે, ગમતી જગાનો થાક
ગાલ પર ભીનાશનું કારણ ફકત છે એજ
આંખથી નિતર્યા કરે છે ચાહવાનો થાક
તુંય ઘેલી છે અલી ! કેવી કરે છે વાત !
આભને લાગે કદી આ વાદળાંનો થાક ?
ચાલ મન ! મંદિર તરફ ચાલીને જઇએ સહેજ
એ બહાને પીગળે નાસ્તિકપણાંનો થાક
હસ્તરેખાઓ અવાચક થઇ ગઈ છે ‘પ્રેમ’
હાથને લાગ્યો છે પત્રો બાળવાનો થાક
ઉદ્દેશ – ડિસેમ્બર – 2009
Posted જૂન 20, 2010
on:ફરી સાંજ ઢળશે ફરી રાત પડશે અહીં એજ ચક્કર ફરે છે યુગોથી,
અજબ રેસમાં સૌને મૂકી દઇને સમય મૂછમાંથી હસે છે યુગોથી.
વસાતા નથી પાંપણોના કમાડો… પણે લાગણી તરફડે છે યુગોથી.
પુરાતન સમી સાવ જર્જર અમારી આ આંખોમાં સપના સડે છે યુગોથી.
થશે મદભરી મસ્ત મોસમની વર્ષા ક્યહી એમ ધારીને ફોગટ બિચારૂ-
અમારા નસીબોનુ ચાતક હથેળીની ડાળે જુઓ કરગરે છે યુગોથી.
સમસ્યા વિહોણું જિવન જીવવું એ તો ઝાકળને શ્વાસોમાં ભરવા સમુ છે,
હકીકતથી વાકેફ હોવા છતાંયે બધાં આવું જિવન ચહે છે યુગોથી.
ક્યહીં જિર્ણ શ્વાસો ક્યહી છે નિસાસો ક્યહી ‘પ્રેમ’-પીડાનો અફસોસ ખાસ્સો,
ક્યહી ફૂગ્ગા જેવી ગમંતી ક્ષણોને સતત ટાંકણીઓ અડે છે યુગોથી.
Posted જૂન 20, 2010
on:પરાપૂર્વથી કોઇ આપી રહ્યુ છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે,
ભિતરથી જ એનું પગેરૂ મળ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે.
પણે ક્યાંક કરતાલ વાગ્યાનો વૈભવ અને હાથ આખોય દાઝ્યાનો વૈભવ,
તળેટીથી ટોંચે બધું ઝ્ળહળ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે.
હતી એક જણ પાસે બે ચાર બૂંદોની આશા અને સામે એ જણ જુઓ તો-
મને આખ્ખુ ચોમાસુ આપી રહ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે.
ઘણીવાર ભગવાઓ ધારણ કરીને ભિતર કોઇ મીરાંનુ મંથન કરૂ ત્યાં-
તરત મોરપિંછુ નજરમાં ચડ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે.
સિકંદર સમુ વિશ્વ આખુ ફર્યો છું ; પહાડો સમા અશ્વ કાબુ કર્યા છે,
અને યોધ્ધા જેવું ‘જિગર’ સાંપડ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે.
Hello world!
Posted જૂન 20, 2010
on:Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!