વરસાદ પછીનો ઉઘાડ

ગીતઃ તારી જો કોઇ ટપાલ આવેઃ જિગર જોષી ‘પ્રેમ’

Posted on: જુલાઇ 24, 2010

તારી જો કોઇ ટપાલ આવે
શેરી શેરી આંગણ આંગણ રેશમવરણું વહાલ આવે

તારી જો કોઇ ટપાલ આવે

ડેલી ઊપર ટાંગેલા આ પોસ્ટ-બોક્ષને કૂંપળ ફૂંટે
તારા અક્ષર જાણે વાદળ હેલી થઈને માઝાં મૂકે

ભીનેરી એ ક્ષણમાં ન્હાવા બાળક જેવી ધમાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

આંખ ઉમળકો લઇને ઘૂમે ; મન પણ ભીતર ભીતર ઝૂમે
‘પ્રિયે’ લખેલાં એક શબ્દને ઊંગલિ હજાર વેળા ચૂમે

નાજુક નમણાં હોંઠે જાણે ગમતો કોઈ સવાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

1 Response to "ગીતઃ તારી જો કોઇ ટપાલ આવેઃ જિગર જોષી ‘પ્રેમ’"

wah, jigar…
sache aa sms yug ma tapal aave, kvi maja aave jo sneh nitrti vat,
lai ne tapal aave…………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


    %d bloggers like this: