વરસાદ પછીનો ઉઘાડ

Archive for ઓક્ટોબર 2010

વાતાવરણ     આ    જોઈ   પોતે   જ    થોથવાતું
આંખોમાં   શું   હશે   આ   સંધ્યાની    જેમ  રાતું?

‘ગાંધી’ના   નામે    ફેશન    કરનારને   કહો    કે-
ખાદી       પહેરવાથી     ગાંધી    નથી    થવાતું.

‘ઓહો !   ઘણાંય  વખતે ?’ એમ  આયનાએ પૂછ્યું,
મેં   પણ   કહ્યું  કે ‘હા ભઇ ! હમણાં   નથી મળાતું’

હોંઠોની    ડાળખી  પર    આખી   વસંત    લઇને,
એક    નામ  પંખી  જેમ  જ  આવીને  રોજ   ગાતું.

નહિતર   તો   ક્યારનોયે  તમને  હું  ભીંજવી  દેત,
મારાથી   કોઇ   રીતે    વાદળ     નથી    થવાતું.

ना जाने क्या किया है निगाहे उछाल के
ज़ालिम वो ले गया है कलेजा निकाल के

उसकी निगाहे-शौकने उलज़ा के रख दिया
सो सो जवाब देती है इक ही सवाल के

तन्हाईयों के वक्त मे मैं काम आउंगा
बिस्तर के पास रख मेरे किस्से संभाल के

मैने कहा जो सच तो वो भी बेअसर रहा
वो जूठ कह रहा था हकीकत मे ढाल के

देखे दवाइ कडवी सी क्या काम देती है
मैं मेरे गम को पी गया अब के उबाल के

 ‘पागल’ कुरेदता है वो ज़्ख्मे हयात को
वो रोज पूछता है खबर हालचाल के

ઉપરોક્ત વિષય પરત્વે  જણાવવાનું કે સૌરાષ્ટ્રના જાણીતા બાળ સાહિત્યકાર શ્રી મહીપતરામ જોષીની સ્મૃતિમાં સ્થપાયેલ ટ્રસ્ટ જીવનકલા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા આગામી વર્ષથી દર વર્ષે બાળ સાહિત્યની ઉમદા સેવા કરનાર માટે નિયમિત રીતે એક એવોર્ડ આપવાનું આયોજન કર્યું છે. એવોર્ડ માટે પસંદગી પામનાર સર્જકને સન્માનપત્ર, શાલ અને ધનરાશી આપવામાં આવશે.

કોણ ભાગ લઇ શકે ?

૧. બાળ સાહિત્યકાર (બાળગીતો, બાળ વારતા, બાળ કાવ્યો, જોડકણાં, ઉખાણા, વિગેરે જેવા બાળસાહિત્યના સ્વરૂપોમાં સર્જન કરનાર સર્જક)

૨. બાળ સાહિત્ય અંગે નોંધપાત્ર સંશોધન કરનાર

૩. અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં બાળ સાહિત્યના કોઇપણ પ્રકારનો ઉત્તમ અનુવાદ-ગ્રંથ-પુસ્તક કરનાર

એવોર્ડ માટે આ બાબતો ધ્યાને લેવી

૧.    કવર ઉપર સુવાચ્ય, સ્પષ્ટ અને મોટા અક્ષરે કવિ શ્રી મહીપતરામ જોષી એવોર્ડ માટેએમ લખવું, અન્યથા મોકલનારની એન્ટ્રી ઉક્ત એવોર્ડ માટે ધ્યાને લેવામાં આવશે નહી.

૨.    દરેક સર્જકોને વિનંતી કે વર્ષ ૨૦૦૩ પછી પ્રકાશિત થયેલા જ બાળ સાહિત્યના સ્વરૂપોમાહેના કોઇપણ સ્વરૂપના પુસ્તકની એક-એક નકલ મોકલવી.

૩.    ઉલ્લેખનિય છે કે આ એવોર્ડ માટે એન્ટ્રી મોકલનાર સર્જકના બહુ વધારે સંખ્યામાં પણ પુસ્તકો પ્રગટ થયા હોય, છ્તાં એમના તરફથી જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટને મોકલવામાં આવેલ પુસ્તકોને જ માન્ય રાખવામાં આવશે-જે ખાસ ધ્યાનમાં લેવું.

૪.    મોકલનાર તમામ સર્જકે સુવાચ્ય અક્ષરે પોતાનું નામ, સંપૂર્ણ પરિચય, પાસપોર્ટ સાઇઝના બે (૨) ફોટોગ્રાફ્સ મોકલવા અનિવાર્ય છે.

૫.   આ એવોર્ડ માટે જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટનો નિર્ણય આખરી રહેશે. કોઇપણ સર્જકનો કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ રહેશે નહીં

૬.    આ એવોર્ડ માટે કોઇપણ પ્રકારની પૂછપરછ માત્ર ટપાલ મારફત કરવી.  અથવા Email: jigarmsw@gmail.com પર પૂછી શકો છો. (આપ સુજ્ઞ છો વ્યસ્તતાને સમજી શકો છો)

૭.    એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૩૧/૧/૨૦૧૧

 એન્ટ્રી મોકલવાનું સરનામુ:       

ચંદ્રિકાબેન જોષી, પ્રમુખ શ્રી જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટ, ૫૯/ ગંગોત્રી પાર્ક, યુનિ. રોડ,  રાજકોટ-૫  

used books

આજકાલ ગિફ્ટમાં મને ભગવાન મળે છે.
કોઇ મૂર્તિ શ્રીનાથજીની, કોઇ છબી કૃષ્ણની
હું હ્રદય જેવા પુસ્તકના કબાટમાં તેમને પધરાવું છું.
માણસો કરતાં પુસ્તકો જુદાં
સાકડમાંકડ બેસીનેય આવનારનું સ્વાગત કરે
થોડા દિવસથી પુસ્તકોને સ્પર્શુ છું તો માખણ જેવા લિસ્સા લાગે છે.
ખોલુ છું તો મધુવન જેવી સુવાસ આવે છે.
વાંચુ છું તો આંખોમાં યમુનાજળની લહેરો
કોઇ પુસ્તકમાંથી મોરપીંછ મળે છે
કોઇકનું વાળેલું પાનું જડે છે
-ટચલી આંગળી પર્વત ઉપાડતા સ્હેજ વળી હોય એવું
ગઇ કાલે રાતે છાતી ઉપર પડેલા પુસ્તકે જગાડી દીધો.
કબાટના બધાં પુસ્તકો ગોળ કુંડાળુ કરીને બેઠેલાં
                         ને વચ્ચે ભગવાન
કાવ્યપંક્તિઓનો સપ્તરંગી મેઘધનુષી મુશાયરો
રીતસર કાચના કબાટમાં
પવન પાનું ખોલે, આછું અજવાળુ પંક્તિઓ બોલે
રાજીના રેડ પુસ્તકો શરમાઇને મોઢું છુપાવી દે
હવામાં ઓછી ઊડતી રજ તળે.
કેટલાયે લોકો મને પૂછે છે
આ કાચમાં ધૂળ ખાતાં પુસ્તકો તમે પસ્તીમાં કેમ આપી નથી દેતા ?
હું એમને કેમ સમજાવું કે…

Spiritual Walk

Image by StuffEyeSee via Flickr

મનમંદિરના ખૂણે બેઠું સંતપણું આ કેવું, સાધો ?
કાન સૂણે છે સતત યુગોથી અલખ નિરંજન જેવું, સાધો !

આમ નિરંતર ચાલ્યા તોયે ક્યાંય નથી એ પૂગ્યા, સાધો !
માત્ર ઊંઘથી જાગ્યા છે સૌ ખરેખરું ક્યાં જાગ્યા, સાધો ?

રાખ-રમકડું થૈ જીવવાનું આ તે બોલો કેવું, સાધો ?
ચાવી કોઈ ભરે જો ત્યાંથી; ફરર… ઊડે પારેવું, સાધો !

વસ્ત્ર બધીયે ઇચ્છાઓનાં જ્યાં ખીંટીએ ટાંગ્યાં, સાધો !
કૈં જ પછી ફરિયાદ રહી નૈં, શ્વાસ જિયા લગ ચાલ્યા, સાધો !

સતત રાહમાં ઠેબે ચડતાં કંઈ અંધારાં દીઠાં, સાધો !
ભીતરને અજવાળે એવા, બોલો, ક્યાં છે દીવા સાધો ?