વરસાદ પછીનો ઉઘાડ

ગઝલ : સાધો : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: ઓક્ટોબર 2, 2010

Spiritual Walk

Image by StuffEyeSee via Flickr

મનમંદિરના ખૂણે બેઠું સંતપણું આ કેવું, સાધો ?
કાન સૂણે છે સતત યુગોથી અલખ નિરંજન જેવું, સાધો !

આમ નિરંતર ચાલ્યા તોયે ક્યાંય નથી એ પૂગ્યા, સાધો !
માત્ર ઊંઘથી જાગ્યા છે સૌ ખરેખરું ક્યાં જાગ્યા, સાધો ?

રાખ-રમકડું થૈ જીવવાનું આ તે બોલો કેવું, સાધો ?
ચાવી કોઈ ભરે જો ત્યાંથી; ફરર… ઊડે પારેવું, સાધો !

વસ્ત્ર બધીયે ઇચ્છાઓનાં જ્યાં ખીંટીએ ટાંગ્યાં, સાધો !
કૈં જ પછી ફરિયાદ રહી નૈં, શ્વાસ જિયા લગ ચાલ્યા, સાધો !

સતત રાહમાં ઠેબે ચડતાં કંઈ અંધારાં દીઠાં, સાધો !
ભીતરને અજવાળે એવા, બોલો, ક્યાં છે દીવા સાધો ?

Advertisements

6 Responses to "ગઝલ : સાધો : જિગર જોષી ‘પ્રેમ’"

સુન્દર છે.

અરે.. આ કાવ્ય તો હમણાં જ ક્યાંક વાંચ્યું, દોસ્ત!!!

સ રસ
આ શેર વધુ ગમ્યો
મનમંદિરના ખૂણે બેઠું સંતપણું આ કેવું, સાધો ?
કાન સૂણે છે સતત યુગોથી અલખ નિરંજન જેવું, સાધો !

આમ નિરંતર ચાલ્યા તોયે ક્યાંય નથી એ પૂગ્યા, સાધો !
માત્ર ઊંઘથી જાગ્યા છે સૌ ખરેખરું ક્યાં જાગ્યા, સાધો ?

ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ … એકલાં અને દુ:ખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખરેખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા …. જ્યાં સુધી સાધના દ્વારા તેઓ આ ટેવમાંથી છૂટી ન જાય ત્યાં સુધી તેઓ કશું શીખી નથી શકતા. …

Gazal ma Soofiwaad hammesha Prabhavak rahyo chhe Jigarbhai…

Aaje paN em j thayu… Aakhi rachnaa Prabhavit kari gai.

Abhinandan !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Advertisements

  • નથી
%d bloggers like this: