વરસાદ પછીનો ઉઘાડ

ગઝલ : નથી મળાતું : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: ઓક્ટોબર 21, 2010

વાતાવરણ     આ    જોઈ   પોતે   જ    થોથવાતું
આંખોમાં   શું   હશે   આ   સંધ્યાની    જેમ  રાતું?

‘ગાંધી’ના   નામે    ફેશન    કરનારને   કહો    કે-
ખાદી       પહેરવાથી     ગાંધી    નથી    થવાતું.

‘ઓહો !   ઘણાંય  વખતે ?’ એમ  આયનાએ પૂછ્યું,
મેં   પણ   કહ્યું  કે ‘હા ભઇ ! હમણાં   નથી મળાતું’

હોંઠોની    ડાળખી  પર    આખી   વસંત    લઇને,
એક    નામ  પંખી  જેમ  જ  આવીને  રોજ   ગાતું.

નહિતર   તો   ક્યારનોયે  તમને  હું  ભીંજવી  દેત,
મારાથી   કોઇ   રીતે    વાદળ     નથી    થવાતું.

5 Responses to "ગઝલ : નથી મળાતું : જિગર જોષી ‘પ્રેમ’"

‘ઓહો ! ઘણાંય વખતે ?’ એમ આયનાએ પૂછ્યું,
મેં પણ કહ્યું કે ‘હા ભઇ ! હમણાં નથી મળાતું’

good one.

સરસ જિગર.

ઓહો ! ઘણાંય વખતે ?’ એમ આયનાએ પૂછ્યું,
મેં પણ કહ્યું કે ‘હા ભઇ ! હમણાં નથી મળાતું’

Brothershree. Jigarbhai

very Fine

‘ગાંધી’ના નામે ફેશન કરનારને કહો કે-
ખાદી પહેરવાથી ગાંધી નથી થવાતું.

kishorbhai Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


    %d bloggers like this: