વરસાદ પછીનો ઉઘાડ

Archive for નવેમ્બર 2010ઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું

કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું

મોંઘેરા સાજણને કેમ કરી ચૂમવો એ ઓઢણીને રાત-દિન સમજાવે દાંત
ઓઢેલી ચાદરને હળવેથી કહેતી કે પડખું ફર્યાનો મને લાગે રે થાક

સત્તરમે પ્હોચેલાં નટખટડાં મનડાંના આંગણાને કોઇ અજવાળી ગયું

ઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું
કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું

ચાદરને ફંગોળી ઊભી થૈ જાઉં મારા મનડાંને પડતું ના સ્હેજે પણ ચેન
દોડી ઝરૂખડે આવીને નિરખું તો ચાંદનીનું ચડતું રે ધીમેરું ઘેન

અંબોડે રોજ રોજ મનગમતી વેણીઓ મૂકવાનું આપણને ફાવી ગયું

ઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું
કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું