વરસાદ પછીનો ઉઘાડ

Archive for ડિસેમ્બર 2010

પીધાં અક્ષર ઢાઈ મેં તો પીધાં અક્ષર ઢાઈ
ભીડ ચૂભે છે કાંટા થઇને સતત ચહુ તનહાઇ

જનમ જનમની પ્રીત પિયાસી મૌન મૌનમાં ગાતી
અધર ઉપર ઉઘડ્યા છે હરિવર મહેક મહેક હું થાતી

પરમ પદારથ પામી હું તો બજુ થઈને શહેનાઈ
પીધાં અક્ષર ઢાઈ

નજર ભરીને ઘડી ઘડીએ નિરખુ તમને શ્યામ
તમ હોંઠો પર હું બંસી થઉં પછી અજબ આરામ

जहा कहो वहा चलेंगे अब तो मैं तुम्हरी परछाई
પીધાં અક્ષર ઢાઈ

ચિન્ટુ જલ્દી પિન્ટુ જલ્દી ચાલો વ્હીસલ વાગી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

ડ્રાઇવર થઇને એન્જિનમાં બેઠાં છે રીંછભાઈ
આગળ જોતા જોતા એ તો ગીત રહ્યા છે ગાઈ
આ બાજુ છે પહાડ ઊંચા પેલી બાજુ ખાડી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

કોટ પેન્ટ ને ટાઇ પહેરી સસ્સા રાણા આવ્યા
ટીકિટચેકર છું હું ભાઇ એમ સૌને સમજાવ્યા
જિરાફ હાથી શિયાળભાઇએ તરત ટીકિટ દેખાડી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

“ગુફા” નામનું સ્ટેશન આવ્યું સિંહ ભાઈ ક્યે રોકો
કાલે પાછા મળશું કહિને એણે માર્યો ભૂસકો
છુક છુક છુક છુક કરતી ગાડી પાછી ત્યાંથી ચાલી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

ઝરણાં આવ્યા નદિયું આવી આવ્યા મોટા પૂલ
વાઘભાઇને કૈંજ બીક નૈં એ તો ઠંડા કૂલ
હરણ, વરુ ને સાબરભાઈ પાડે કેવી તાલી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

   • નથી