વરસાદ પછીનો ઉઘાડ

બાળગીત : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: ડિસેમ્બર 7, 2010

ચિન્ટુ જલ્દી પિન્ટુ જલ્દી ચાલો વ્હીસલ વાગી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

ડ્રાઇવર થઇને એન્જિનમાં બેઠાં છે રીંછભાઈ
આગળ જોતા જોતા એ તો ગીત રહ્યા છે ગાઈ
આ બાજુ છે પહાડ ઊંચા પેલી બાજુ ખાડી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

કોટ પેન્ટ ને ટાઇ પહેરી સસ્સા રાણા આવ્યા
ટીકિટચેકર છું હું ભાઇ એમ સૌને સમજાવ્યા
જિરાફ હાથી શિયાળભાઇએ તરત ટીકિટ દેખાડી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

“ગુફા” નામનું સ્ટેશન આવ્યું સિંહ ભાઈ ક્યે રોકો
કાલે પાછા મળશું કહિને એણે માર્યો ભૂસકો
છુક છુક છુક છુક કરતી ગાડી પાછી ત્યાંથી ચાલી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

ઝરણાં આવ્યા નદિયું આવી આવ્યા મોટા પૂલ
વાઘભાઇને કૈંજ બીક નૈં એ તો ઠંડા કૂલ
હરણ, વરુ ને સાબરભાઈ પાડે કેવી તાલી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

 

5 Responses to "બાળગીત : જિગર જોષી ‘પ્રેમ’"

“ગુફા” નામનું સ્ટેશન આવ્યું સિંહ ભાઈ ક્યે રોકો
કાલે પાછા મળશું કહિને એણે માર્યો ભૂસકો
છુક છુક છુક છુક કરતી ગાડી પાછી ત્યાંથી ચાલી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી

ઝરણાં આવ્યા નદિયું આવી આવ્યા મોટા પૂલ
વાઘભાઇને કૈંજ બીક નૈં એ તો ઠંડા કૂલ
હરણ, વરુ ને સાબરભાઈ પાડે કેવી તાલી
ટીચર સૌને બતાવે છે જંગલની રેલગાડી
મધુરુ બાળગીત

You have written a very nice song that can be enjoyed by children as well as adults.

સુંદર કાવ્ય…

ચિન્ટુ જલ્દી પિન્ટુ જલ્દી લખવાને બદલે ચિન્ટુ પિન્ટુ જલ્દી જલ્દી વધુ યોગ્ય ન લાગે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


  • નથી
%d bloggers like this: