વરસાદ પછીનો ઉઘાડ

ગઝલ: જિગર જોષી ‘પ્રેમ’

Posted on: જાન્યુઆરી 12, 2011

હડધૂત કીધી, ગાળો ભાંડી, ઘરથી એને રોજ તગેડી,
કેવી નફ્ફ્ટ છે આ ઉદાસી રોજે ખેંચે તોય પછેડી.

રોમ રોમ રણઝણવા લાગ્યું ; આજ બધું ઝળહળવા લાગ્યું,
આજ હયાતીના તારોને બોલો કોણ ગયું આ છેડી?

પહાડ જેવી પીડા આપી એનું દુ;ખ સહેજેય નથી પણ,
હાથ નથી આપ્યા તેં ઇશ્વર ! નહિતર લઉં એને પણ તેડી.

શબદ-શબદની રમત-રમતમાં હરિ હરખથી આવ્યા ‘તા અહીં,
મરક મરક છે ફળીયું આખુ ; મહેક મહેક છે આખી મેડી.

નથી ભરાતું એક કદમ પણ શ્રધ્ધા નામે અહીંયા છૂટથી,
કૈંક યુગોથી બંધાઈ છે પગમાં આ શંકાની બેડી.

છતાંય એની નજાકતો પર આંચ જરીકે જિગર ન આવી,
સલામ છે એ પતંગિયાને ફૂલો પર શું સફર છે ખેડી!

2 Responses to "ગઝલ: જિગર જોષી ‘પ્રેમ’"

પહાડ જેવી પીડા આપી એનું દુ;ખ સહેજેય નથી પણ,
હાથ નથી આપ્યા તેં ઇશ્વર ! નહિતર લઉં એને પણ તેડી.

વાહ, સુંદર ગઝલ … બધા જ શેર મજાના થયા છે.

હડધૂત કીધી, ગાળો ભાંડી, ઘરથી એને રોજ તગેડી,
કેવી નફ્ફ્ટ છે આ ઉદાસી રોજે ખેંચે તોય પછેડી.

પહાડ જેવી પીડા આપી એનું દુ;ખ સહેજેય નથી પણ,
હાથ નથી આપ્યા તેં ઇશ્વર ! નહિતર લઉં એને પણ તેડી.

નથી ભરાતું એક કદમ પણ શ્રધ્ધા નામે અહીંયા છૂટથી,
કૈંક યુગોથી બંધાઈ છે પગમાં આ શંકાની બેડી

Nice Sher !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

  • નથી
%d bloggers like this: