વરસાદ પછીનો ઉઘાડ

ગઝલ : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: માર્ચ 8, 2011

હાથ મજાનું ઓશિકુ ને આભ અમારે ચાદર જેવું,
મન ચાહે ત્યાં વસવાનું ભૈ ; આપ્ણે ક્યાં કંઇ છે ઘર જેવું.

ત્યારે એવો સવાલ જન્મે : સાચ્ચે નૈં હોય ઇશ્વર જેવું?
બાળકના હાથોમાં જ્યારે જોઉં છું કોઇ ખંજર જેવું.

એવા સ્થળ પર જઇને મળીએ ; એકમેકમાં ખૂબ ઓગળીએ,
જ્યાં આપણ બંનેનો મોબાઇલ પકડે નૈં કંઇ ટાવર જેવું.

જીવનમાં અંધારું જાણે એવી રીતે ભળી ગયું છે,
પડછાયો પણ મળે કદિ તો લાગે સાચ્ચે અવસર જેવું.

જબરો છે ખેલાડી એ તો એવી ગેમ એક રમી ગયો છે,
પાંખો કાપી લઈ ગયો ને ઉડવા આપ્યું અંબર જેવું.

8 Responses to "ગઝલ : જિગર જોષી ‘પ્રેમ’"

જીવનમાં અંધારું જાણે એવી રીતે ભળી ગયું છે,
પડછાયો પણ મળે કદિ તો લાગે સાચ્ચે અવસર જેવું.

જબરો છે ખેલાડી એ તો એવી ગેમ એક રમી ગયો છે,
પાંખો કાપી લઈ ગયો ને ઉડવા આપ્યું અંબર જેવું.
સરસ
મારી તે જાતનો આ કેવો અવતાર
એમાં હું જ સદા વહેતી ઝિલાતી
રેતીની કાયા પર વરસી વરસીને હું ય
વીત્યા સપના શી વિલાતી

જીવનમાં અંધારું જાણે એવી રીતે ભળી ગયું છે,
પડછાયો પણ મળે કદિ તો લાગે સાચ્ચે અવસર જેવું.

આ શેર સાથે તારી આગવી શૈલીની ગઝલ વાંચવાની મઝા પડી. સરસ.

ત્યારે એવો સવાલ જન્મે : “સાચ્ચે નૈં હોય ઇશ્વર જેવું”?
બાળકના હાથોમાં જ્યારે જોઉં છું કોઇ ખંજર જેવું.

સરસ !

વાહ જીગરભાઈ, મજાની ગઝલ ..

khubaj saras ,
jivan mam andharu,
tyare evo saval janme,
vali vaat ghani sdaras.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

  • નથી
%d bloggers like this: