વરસાદ પછીનો ઉઘાડ

ગઝલ : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: માર્ચ 25, 2011

સ્મરણના પ્હાડને આઘો કરીને,
અહીંથી ક્યાં જશું, રસ્તો કરીને?

મને પણ એ સખી ! શિખવોને ચાલો,
‘નિરખતા હાથનો પડદો કરીને’

સમય ! તેં ડસ્ટબિનમાં આજ પાછો
મને ફેંકી દીધો ડૂચો કરીને

તમે ઘૂટ્યો તમારો ખુદનો કક્કો,
એ જ્ઞાની થૈ ગયા ભૂલો કરીને

ક્ષણોના પંખીઓ ના હાથ લાગ્યા
બહુ હાંફી ગયો પીછો કરીને

5 Responses to "ગઝલ : જિગર જોષી ‘પ્રેમ’"

સ-રસ ગઝલ વાંચવાની/માણવાની મજા આવી…ધન્યવાદ !

Nice. Enjoyed.

ક્યા હુસ્ન-એ-ખયાલ …
મને પણ એ સખી ! શિખવોને ચાલો,
‘નિરખતા હાથનો પડદો કરીને’

સુંદર ગઝલ
તમે ઘૂટ્યો તમારો ખુદનો કક્કો,
એ જ્ઞાની થૈ ગયા ભૂલો કરીને

ક્ષણોના પંખીઓ ના હાથ લાગ્યા
બહુ હાંફી ગયો પીછો કરીને
વાહ

અહીંથી ક્યાં જશું, રસ્તો કરીને?…..

સુંદર રચના !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


  • નથી
%d bloggers like this: