વરસાદ પછીનો ઉઘાડ

Archive for મે 2011

 Topless Mountain
પરથી વિસ્તરતા અતિશય ભયંકરતાના પડઘાઓ –
હમણાં જ
ઇંડુ ફોડી બહાર નીકળેલું
નગ્ન સત્યનું ચાંચવાળુ બચ્ચું –
એ બચ્ચા પર તરાપ મારવા
અધીરી બનેલી ‘ઘટનાઓની સમડી’ –
સમડી ઉપર કાળા ધબ્બા ઢાંકવા મથતા
કહેવાતા સફેદ રંગના નિર્લજ્જ વાદળાઓ –
એની ઉપર
ગોવર્ધન પકડીને ઊભેલુ એક તત્વ –
બીજા હાથમાં ફરતું એક ચક્ર –
ધીરે ધીરે ફર્યા કરે છે ક્ષણ, શ્વાસ, દુનિયા, રિવાજ એના ઇશારે –
અદ્ર્શ્ય ભીંત પર ટાંગેલો અરીસો
તૂટે છે
વિખરાય પડે છે વિશ્વ આખું
…અને હું

હું ને દફતર એક દિવસ બેઠાં ‘તા લેશન કરવા
દફ્તર બોલ્યું લેશન પડતું મૂકી જઇએ રમવા

હું ને દફતર એક દિવસ…

 મેં કીધું કે ના ભાઇ પહેલા પૂરૂ કરીએ લેશન
લેશન થાશે નૈં તો ભઇ ટીચરનું કેવું ટેન્સન
દફ્તરને તો કોણ પૂછે કે કેમ ગયું ‘તું રમવા ?
હું ને દફતર એક દિવસ…

દફ્તર મારો હાથ ઝાલીને મને ક્યે ઊભા થાઓ
આવતીકાલે રવિવાર છે કેલેન્ડર જોઇ આવો
બધુંય પડતું મૂકીને ભાઇ અમે તો ચાલ્યા રમવા
હું ને દફતર એક દિવસ…