વરસાદ પછીનો ઉઘાડ

ગઝલ : વરસાદ વાવવાની વાત : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: ઓગસ્ટ 15, 2011

પ્રખર અંધાર ભીંતો પર બધે ટાંગી દિધો છે મેં,
જુઓ! મન મારવાનો કીમિયો શોધી દિધો છે મેં.

અધુરા સંસ્મરણનો સ્પ્રેં દિવાલે જાતની છાંટી,
હયાતીના આ કમરાને ફરી ડહોળી દિધો છે મેં.

હવે અજવાળું ફોટામાં જ દેખાશે આ દુનિયાને,
સૂરજને નીચવી દોરી ઉપર સૂકવી દિધો છે મેં,

તને સક્ષમપણું મારું કહું તો ‘’વૃક્ષ વરસાવી-
જગતના આંગણે વરસાદને વાવી દિધો છે મેં.’’

‘કદમ હું જે તરફ માંડુ છું મંઝિલ દોડતી આવે’
પરિચય એક પંક્તિમાં જ ભઇ આપી દિધો છે મેં.

પવન શંકા અમારી દ્રઢ કરે કે સાચવે તુજને,
તને ઇશ્વર! દિપકની જેમ પ્રગટાવી દિધો છે મેં.

3 Responses to "ગઝલ : વરસાદ વાવવાની વાત : જિગર જોષી ‘પ્રેમ’"

waah kavi….adbhut rachna…

હવે અજવાળું ફોટામાં જ દેખાશે આ દુનિયાને,
સૂરજને નીચવી દોરી ઉપર સૂકવી દિધો છે મેં,
waah jigar ji bahoot ache..

પ્રેમજી આટલો સરસ ઉઘાડ!! મજા આવી…આભાર પહેલી વાર આવી આપનો બ્લોગ કઃઉબ સરસ છે હવે મારાં બુકમાર્કમાં છે…
સપના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


  • નથી
%d bloggers like this: