ગીત : જિગર જોષી ‘પ્રેમ’
Posted નવેમ્બર 22, 2011
on:- In: ગીત
- 2 Comments
પ્હાડ ધ્યાન ધરીને બેઠા
બુધ્ધ નામના સપના જાણે સ્હેજ વરીને બેઠા
પથ્થર જેવા પથ્થર થઈને પિગળવાનું આવ્યું
ઝરણાઓને તરછોડ્યા તો સાંભળવાનું આવ્યું
ખુદને એવો સવાલ પૂછે – શું કરીને બેઠા ?
પ્હાડ ધ્યાન ધરીને બેઠા
આંખોમાં અવકાશ સદીનું સ્તબ્ધ બની ઝાંકે છે
એવું લાગે વૃધ્ધ બિચારો છાપાઓ વાંચે છે
કંઇ આવ્યું નહિ લખચોર્યાશી ફરી ફરી ને બેઠા
પ્હાડ ધ્યાન ધરીને બેઠા
Advertisements
નવેમ્બર 22, 2011 at 4:24 પી એમ(pm)
આંખોમાં અવકાશ સદીનું સ્તબ્ધ બની ઝાંકે છે
એવું લાગે વૃધ્ધ બિચારો છાપાઓ વાંચે છે
કંઇ આવ્યું નહિ લખચોર્યાશી ફરી ફરી ને બેઠા
પ્હાડ ધ્યાન ધરીને બેઠા
સ રસ
યાદ
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે
જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખમાં મલકાય છે