વરસાદ પછીનો ઉઘાડ

Archive for the ‘ગદ્ય કાવ્યો’ Category

 Topless Mountain
પરથી વિસ્તરતા અતિશય ભયંકરતાના પડઘાઓ –
હમણાં જ
ઇંડુ ફોડી બહાર નીકળેલું
નગ્ન સત્યનું ચાંચવાળુ બચ્ચું –
એ બચ્ચા પર તરાપ મારવા
અધીરી બનેલી ‘ઘટનાઓની સમડી’ –
સમડી ઉપર કાળા ધબ્બા ઢાંકવા મથતા
કહેવાતા સફેદ રંગના નિર્લજ્જ વાદળાઓ –
એની ઉપર
ગોવર્ધન પકડીને ઊભેલુ એક તત્વ –
બીજા હાથમાં ફરતું એક ચક્ર –
ધીરે ધીરે ફર્યા કરે છે ક્ષણ, શ્વાસ, દુનિયા, રિવાજ એના ઇશારે –
અદ્ર્શ્ય ભીંત પર ટાંગેલો અરીસો
તૂટે છે
વિખરાય પડે છે વિશ્વ આખું
…અને હું

used books

આજકાલ ગિફ્ટમાં મને ભગવાન મળે છે.
કોઇ મૂર્તિ શ્રીનાથજીની, કોઇ છબી કૃષ્ણની
હું હ્રદય જેવા પુસ્તકના કબાટમાં તેમને પધરાવું છું.
માણસો કરતાં પુસ્તકો જુદાં
સાકડમાંકડ બેસીનેય આવનારનું સ્વાગત કરે
થોડા દિવસથી પુસ્તકોને સ્પર્શુ છું તો માખણ જેવા લિસ્સા લાગે છે.
ખોલુ છું તો મધુવન જેવી સુવાસ આવે છે.
વાંચુ છું તો આંખોમાં યમુનાજળની લહેરો
કોઇ પુસ્તકમાંથી મોરપીંછ મળે છે
કોઇકનું વાળેલું પાનું જડે છે
-ટચલી આંગળી પર્વત ઉપાડતા સ્હેજ વળી હોય એવું
ગઇ કાલે રાતે છાતી ઉપર પડેલા પુસ્તકે જગાડી દીધો.
કબાટના બધાં પુસ્તકો ગોળ કુંડાળુ કરીને બેઠેલાં
                         ને વચ્ચે ભગવાન
કાવ્યપંક્તિઓનો સપ્તરંગી મેઘધનુષી મુશાયરો
રીતસર કાચના કબાટમાં
પવન પાનું ખોલે, આછું અજવાળુ પંક્તિઓ બોલે
રાજીના રેડ પુસ્તકો શરમાઇને મોઢું છુપાવી દે
હવામાં ઓછી ઊડતી રજ તળે.
કેટલાયે લોકો મને પૂછે છે
આ કાચમાં ધૂળ ખાતાં પુસ્તકો તમે પસ્તીમાં કેમ આપી નથી દેતા ?
હું એમને કેમ સમજાવું કે…

વાદળાઓના હાથથી
છુટી ગયેલી ભીનાશ
ગઇ કાલે મારા શહેરમાં ભૂલી પડી હતી
ભટકેલા મુસાફરની જેમ.
સ્વભાવગત એણે મને સરનામું પૂછ્યું
: ને મેં નિખાલસપણે મારી આંખો સામે આંગળી ચીંધી દીધી.