વરસાદ પછીનો ઉઘાડ

Archive for the ‘બાળકાવ્યો’ Category

હું ને દફતર એક દિવસ બેઠાં ‘તા લેશન કરવા
દફ્તર બોલ્યું લેશન પડતું મૂકી જઇએ રમવા

હું ને દફતર એક દિવસ…

 મેં કીધું કે ના ભાઇ પહેલા પૂરૂ કરીએ લેશન
લેશન થાશે નૈં તો ભઇ ટીચરનું કેવું ટેન્સન
દફ્તરને તો કોણ પૂછે કે કેમ ગયું ‘તું રમવા ?
હું ને દફતર એક દિવસ…

દફ્તર મારો હાથ ઝાલીને મને ક્યે ઊભા થાઓ
આવતીકાલે રવિવાર છે કેલેન્ડર જોઇ આવો
બધુંય પડતું મૂકીને ભાઇ અમે તો ચાલ્યા રમવા
હું ને દફતર એક દિવસ…