વરસાદ પછીનો ઉઘાડ

Archive for જાન્યુઆરી 2011

 

હડધૂત કીધી, ગાળો ભાંડી, ઘરથી એને રોજ તગેડી,
કેવી નફ્ફ્ટ છે આ ઉદાસી રોજે ખેંચે તોય પછેડી.

રોમ રોમ રણઝણવા લાગ્યું ; આજ બધું ઝળહળવા લાગ્યું,
આજ હયાતીના તારોને બોલો કોણ ગયું આ છેડી?

પહાડ જેવી પીડા આપી એનું દુ;ખ સહેજેય નથી પણ,
હાથ નથી આપ્યા તેં ઇશ્વર ! નહિતર લઉં એને પણ તેડી.

શબદ-શબદની રમત-રમતમાં હરિ હરખથી આવ્યા ‘તા અહીં,
મરક મરક છે ફળીયું આખુ ; મહેક મહેક છે આખી મેડી.

નથી ભરાતું એક કદમ પણ શ્રધ્ધા નામે અહીંયા છૂટથી,
કૈંક યુગોથી બંધાઈ છે પગમાં આ શંકાની બેડી.

છતાંય એની નજાકતો પર આંચ જરીકે જિગર ન આવી,
સલામ છે એ પતંગિયાને ફૂલો પર શું સફર છે ખેડી!

Confused

बहुत पेचीदा हैं ये बात की आखिर किधर जाते
हुनर गर ख्वाब सा होता तो आँखो में उतर जाते

लगा हैं गाँव मे मेला खिलौना माँगते बच्चे
अगर जाते भी हम या-रब, बता किस मूँ से घर जाते

कई सालों से मैं इस पल कि खातिर जी रहा था दोस्त
न आते याद दो पल और तो ये ज़ख्म भर जाते

लहर बन के हुए पैदा किनारे पर ही जाओगे
ठहर जाते कहीं गर राँह में तो यूँ ही मर जाते

सडक के जंगलो से प्यार इक हद से जियादा हैं
वगर ना शाम होते ही “जिगर” भी अपने घर जाते  • નથી