વરસાદ પછીનો ઉઘાડ

Archive for માર્ચ 2011

અજબ અજઢવ ભર્યો એક પ્રશ્ન આ વાતાવરણમાં છે,
: મજા જે રાહ જોવામાં મજા એવી મિલનમાં છે?

તમારી આંખની ભીનાશ ચાડી ખાય છે એવી,
હજી એકાદ ઘટના તો તમોને પણ સ્મરણમાં છે.

પ્રણયના બે પ્રકારો છે ; જગતમાં બેઉ ચાલે છે,
તને શ્રધ્ધા ખુદામાં છે ; મને શ્રધ્ધા સનમમાં છે.

કરી છે શબ્દની પૂજા ખુદાને સાક્ષી રાખીને,
ખુદાએ ખુદ કહ્યું છે કે ખરી જન્નત ગઝલમાં છે.

તમારા કેશમાં લાગે પછીથી મૂલ્ય અંકાયે,
નથી હોતી કશી કિમ્મત જે ફૂલો બસ ચમનમાં છે.

ઇરાદો નેક તો ન્હોતો છતાં શમ્મા રહી જલતી,
હતી આડશ ક્યા હાથોની બધે ચર્ચા પવનમાં છે.

ફિકર એની નથી થાતી પડી છે લાશ જે સામે,
તને શંકા છે શત્રુમાં મને શંકા સ્વજનમાં છે.

સ્મરણના પ્હાડને આઘો કરીને,
અહીંથી ક્યાં જશું, રસ્તો કરીને?

મને પણ એ સખી ! શિખવોને ચાલો,
‘નિરખતા હાથનો પડદો કરીને’

સમય ! તેં ડસ્ટબિનમાં આજ પાછો
મને ફેંકી દીધો ડૂચો કરીને

તમે ઘૂટ્યો તમારો ખુદનો કક્કો,
એ જ્ઞાની થૈ ગયા ભૂલો કરીને

ક્ષણોના પંખીઓ ના હાથ લાગ્યા
બહુ હાંફી ગયો પીછો કરીને

मेरा कल भी ये ही खयाल था मेरा आज भी ये खयाल हैं
तेरी नफरतों की ये धूप में मेरा प्यार एक मिसाल है

चली बारहाँ हवायें मगर यही सोचता रहा बार बार
ये चराग फिर क्यों बुजे नहीं ये हवाओं की कोइ चाल हैं

मैं नकाब सुब्ह के फूल का यहाँ तेज़ धूप से आदमी
मेरी खामशीं को सुने कोई मेरा शबनमों सा ही हाल हैं

हा मगर ये बात भी और हैं ये नये तजुर्बे का दौर हैं
यहाँ आंसू पोछने के लिये ये हवा ही सिर्फ रुमाल है

क्या मिलेगा बोल ‘जिगर’ तुजे क्यों कुरेदता है ये राख अब
इसी हाल में कई साल से मेरा आइने से सवाल है

હાથ મજાનું ઓશિકુ ને આભ અમારે ચાદર જેવું,
મન ચાહે ત્યાં વસવાનું ભૈ ; આપ્ણે ક્યાં કંઇ છે ઘર જેવું.

ત્યારે એવો સવાલ જન્મે : સાચ્ચે નૈં હોય ઇશ્વર જેવું?
બાળકના હાથોમાં જ્યારે જોઉં છું કોઇ ખંજર જેવું.

એવા સ્થળ પર જઇને મળીએ ; એકમેકમાં ખૂબ ઓગળીએ,
જ્યાં આપણ બંનેનો મોબાઇલ પકડે નૈં કંઇ ટાવર જેવું.

જીવનમાં અંધારું જાણે એવી રીતે ભળી ગયું છે,
પડછાયો પણ મળે કદિ તો લાગે સાચ્ચે અવસર જેવું.

જબરો છે ખેલાડી એ તો એવી ગેમ એક રમી ગયો છે,
પાંખો કાપી લઈ ગયો ને ઉડવા આપ્યું અંબર જેવું.