વરસાદ પછીનો ઉઘાડ

Archive for ઓગસ્ટ 2011

जिस गली से गुज़रने में बरसो गयें
देर तक आज सोचा उधर क्यों गयें

लौटने में ज़रा देर क्या हो गई
कुछ की दुनिया गई कुछ के घर खो गयें

चंद चींखों की चादर से तन ढक लियाँ
और फिर नींद की धूप में सो गयें

उस की आवाज़ के पेचीदा मुल्क में
खामशीं के मुसाफिर जो थे, खो गये

फस्लें क्या लहलहायेगी सच में ‘जिगर’
जल्दी जल्दी में रिश्ते वो बो तो गयें

शाम की रोशनी में नहाकर ‘जिगर’
ये सडक ये शहर क्या से क्या हो गयें

 

પ્રખર અંધાર ભીંતો પર બધે ટાંગી દિધો છે મેં,
જુઓ! મન મારવાનો કીમિયો શોધી દિધો છે મેં.

અધુરા સંસ્મરણનો સ્પ્રેં દિવાલે જાતની છાંટી,
હયાતીના આ કમરાને ફરી ડહોળી દિધો છે મેં.

હવે અજવાળું ફોટામાં જ દેખાશે આ દુનિયાને,
સૂરજને નીચવી દોરી ઉપર સૂકવી દિધો છે મેં,

તને સક્ષમપણું મારું કહું તો ‘’વૃક્ષ વરસાવી-
જગતના આંગણે વરસાદને વાવી દિધો છે મેં.’’

‘કદમ હું જે તરફ માંડુ છું મંઝિલ દોડતી આવે’
પરિચય એક પંક્તિમાં જ ભઇ આપી દિધો છે મેં.

પવન શંકા અમારી દ્રઢ કરે કે સાચવે તુજને,
તને ઇશ્વર! દિપકની જેમ પ્રગટાવી દિધો છે મેં.



  • નથી
123