વરસાદ પછીનો ઉઘાડ

Archive for ફેબ્રુવારી 2011

હરિ કરે અધીરા
શબદ બધાએ બને ભજન ને અંગ અંગ મંજીરા


હડી મેલતી ભાગુ ફળીએ નૈં સે’જે સંભાળ
ફળિયું ચડતું ઠેબે મૂઈ હું એને ભાંડુ ગાળ

નજર પડે જે ઠેકાણા પર બસ એની તસવીરા
હરિ કરે અધીરા

શ્વાસ શ્વાસમાં રેલાતું રે હરિ તમારું નામ
જરીક ઊંચકુ પાંપણ ત્યાં તો સામે ચારે ધામ

અલખ ધણી હો જેનો એને શું સુખ દુ;ખ શું પીરા
હરિ કરે અધીરા


It seems like this girl was not so happy that ...

Image via Wikipedia

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નથી એ સાંજ, સમય પણ નથી ને ઘાવ નથી,
હવે એ જણનો કશો મારા પર પ્રભાવ નથી.

કે જ્યારે થાય તને મન તું પથ્થરો ફેંકે,
આ જિંદગી છે ભલા જિંદગી, તળાવ નથી.

એ મોઢામોઢ કહી દેશે વાત કોઈ પણ
છુપાવે સત્ય, અરીસાનો એ સ્વભાવ નથી

પહાડ પરથી સતત વ્હેતા વ્હેતા આવ્યા છઇ
સફર પસંદ કરી એકે જ્યાં પડાવ નથી

ખલેલ જે – જે હતી જિંદગીમાં, સર્વ ગઈ
હવે તો શ્વાસની પણ કોઇ આવજાવ નથી