વરસાદ પછીનો ઉઘાડ

અછાંદસ : …અને હું : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: મે 25, 2011

 Topless Mountain
પરથી વિસ્તરતા અતિશય ભયંકરતાના પડઘાઓ –
હમણાં જ
ઇંડુ ફોડી બહાર નીકળેલું
નગ્ન સત્યનું ચાંચવાળુ બચ્ચું –
એ બચ્ચા પર તરાપ મારવા
અધીરી બનેલી ‘ઘટનાઓની સમડી’ –
સમડી ઉપર કાળા ધબ્બા ઢાંકવા મથતા
કહેવાતા સફેદ રંગના નિર્લજ્જ વાદળાઓ –
એની ઉપર
ગોવર્ધન પકડીને ઊભેલુ એક તત્વ –
બીજા હાથમાં ફરતું એક ચક્ર –
ધીરે ધીરે ફર્યા કરે છે ક્ષણ, શ્વાસ, દુનિયા, રિવાજ એના ઇશારે –
અદ્ર્શ્ય ભીંત પર ટાંગેલો અરીસો
તૂટે છે
વિખરાય પડે છે વિશ્વ આખું
…અને હું

3 Responses to "અછાંદસ : …અને હું : જિગર જોષી ‘પ્રેમ’"

સરસ રુપકો ધરાવતી પંક્તિઓ રચી છે. ગમ્યું. અભિનંદન!

Diverse spread and modern touch. Good one.

સુંદર
બીજા હાથમાં ફરતું એક ચક્ર –
ધીરે ધીરે ફર્યા કરે છે ક્ષણ, શ્વાસ, દુનિયા, રિવાજ એના ઇશારે –
અદ્ર્શ્ય ભીંત પર ટાંગેલો અરીસો
તૂટે છે
વિખરાય પડે છે વિશ્વ આખું
…અને હું
વાહ

Leave a comment


    123